મોરબી : ગઈકાલે ખરેડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નવા બિલ્ડિંગ બહાર રદી કચરામાં આગ લાગી હોય તેવી મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોકડ્રિલ દરમિયાન કચરામાં આગ લાગતાની જાણ અગ્નિશામક યંત્રની બોટલ સાથે મેડિકલ ઓફિસર, મેલ-ફિમેલ હેલ્થ સુપરવાઇઝર, ફાર્માસિસ્ટ, સ્ટાફ નર્સ, લેબ ટેકનીશીયન, ફાયર આસિસ્ટન્ટ, વોર્ડ આયા, ડ્રાઈવર સહિતના તમામ સ્ટાફ થોડી મિનિટોમાં સ્થળ પર પહોંચી ગયો હતો. સુપરવાઇઝર બી. એ. કાલરીયા દ્વારા અગ્નિશામક યંત્ર ચાલુ કરી આગ પર કાબુ મેળવવાની પ્રક્રિયા હાથ ધરેલ હતી. તેમજ માત્ર પાંચ મિનિટના સમયમાં આગ પર કાબુ મેળવી લેવામાં આવેલ હતી. ત્યારબાદ ગમે તેવી વિપરીત સમયમાં પણ આગ પર કાબૂ મેળવવા અંગે સર્વે કર્મચારીઓને મેડિકલ ઓફિસર દ્વારા માહિતી આપવામાં આવેલ હતી. અને દરેક કર્મચારીને સિલિન્ડર ચાલુ કરવાની રીત તેમજ ઉપયોગ કરવાની રીત ડેમો કરાવીને સમજ આપવામાં આવેલ હતી. જેથી, દરેકને જાણકારી પ્રાપ્ત થઇ હતી. આગના બનાવમાં કોઇપણ કર્મચારી આગ લાગવાની પ્રક્રિયાથી વાકેફ હોવાથી કામગીરી સારી રીતે પૂર્ણ થઇ હતી.