માજી સાંભળી ન શકતા હોવાથી દુર્ઘટના બની હોવાની શક્યતા મોરબી : મોરબીમાં નજરબાગ રેલવે સ્ટેશન નજીક માલગાડી હડફેટે આવી જતા 90 વર્ષના માજીનું મોત થયું છે. માજી સાંભળી ન શકતા હોવાથી દુર્ઘટના બની હોવાની શક્યતા છે. આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ આજે તા. 6ના રોજ મોરબી શહેરમાં નજરબાગ રેલવે સ્ટેશન નજીક બપોરે 1-15 વાગ્યા આસપાસના સમયે માલગાડી પસાર થઇ હતી. આ દરમિયાન 90 વર્ષીય મણીબેન ખીમાભાઇ શિયા માલગાડી હડફેટે આવી જતા તેનું ઘટનાસ્થળે મૃત્યુ નીપજ્યું છે. માજીને કાનમાં બહેરાશ હતી. આથી, દુર્ઘટના બની હોવાની સંભાવના છે. આ અકસ્માતના પગલે ઘટનાસ્થળે ભીડ જમા થઇ ગઈ હતી. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોરબીની સરકારી હોસ્પિટલમાં ખસેડવા આવ્યો છે. તેમજ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.