મોરબી : મોરબી જિલ્લામાં વર્ષો પહેલાથી એન્જિનિયરિંગ કોલેજ છે. તેમજ અન્ય કોલેજો અને સ્કૂલો પણ મોટી સંખ્યામાં આવેલ છે. પરંતુ મોરબી જિલ્લામાં દરેક રમત-ગમત માટેની સંપૂર્ણ સુવિધા યુક્ત અધ્યતન સ્પોર્ટ એકેડમી નથી.જેથી જિલ્લાના વિદ્યાર્થીઓએ ખેલ-કુદ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે શહેર બહાર જવું પડે છે અથવા મોંઘી ફી ભરવી પડે છે. તો જિલ્લાના વિધાર્થીઓ રમત-ગમત ક્ષેત્રે પોતાનું કરિયર પોતાના શહેરમાં જ બનાવી શકે તે માટે એક સંપૂર્ણ સુવિધા યુક્ત અધ્યતન સ્પોર્ટ્સ એકેડમી બનાવવા માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવા દ્વારા અરજી કરવામાં આવી છે. સાથે પરેશ ધાનાણી, વિપક્ષ નેતા ગુજરાત વિધાનસભા, અમિત ચાવડા, ગુજરાત પ્રદેશ પ્રમુખ કોંગ્રેસ સમિતિ, મોરબી જિલ્લા કલેકટરને જાણ તેમજ યોગ્ય ભલામણ સાથે રજૂઆત ઉપર સુધી મોકલી આપવા જણાવ્યું છે.