મોરબીના ચાણક્ય ચેરીટેબલ ટ્રસ્ટની યુવા મહિલા સભ્યો દ્વારા મોરબી શહેરના ઝૂપડપટ્ટી વિસ્તારમાં જઈને ગરીબ લોકોને ઠંડીથી બચાવવા માટે 500 ધાબળા વિતરણ કરવામાં આવ્યા મોરબી : હાલ શિયાળાની ઋતુ દરમિયાન જયારે ખુબ ઠંડી પડી રહી છે. ત્યારે મોરબીના ચાણક્ય ચેરીટેબલ ટ્રસ્ટની યુવા મહિલા સભ્યો દ્વારા મોરબી શહેરના ઝૂપડપટ્ટી વિસ્તારમાં જઈને ગરીબ લોકોને ઠંડીથી બચાવવા માટે યુવા ઉદ્યોગપતિ અજય લોરીયાના સહયોગથી ધાબળા વિતરણ કરવામાં આવ્યા હતા. ત્યારે શહેરના અલગ-અલગ વિસ્તારમાં જઈને આશરે 500થી વધુ ધાબળા વિતરણ કરવામાં આવ્યા હતા. મોરબી શહેરના પાટીદાર સમાજની યુવતીઓ દ્વારા છેલ્લા ઘણા સમયથી ચાણક્ય ચેરીટેબલ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી છે. જેમાં ખુશાલી કૈલા, જહાનવી દલસાણીયા, કૃપા કૈલા, કિંજલ કૈલા, હિમા સાણંદીયા, આમી મેંદપરા, બંસી કૈલા, નીતીશા સાણંદીયા, કિંજલ સાણંદીયા, કોમલ કવાડિયા, અસ્મિતા ચારોલા સહિતની મહિલા આ ટ્રસ્ટ દ્વારા અવિરત સેવાના કર્યો કરવામાં આવતા હોય છે. ત્યારે આજે ચાણક્ય ચેરીટેબલ ટ્રસ્ટની યુવા મહિલાઓ દ્વારા ગરીબ લોકોને ઠંડીથી બચાવવા માટે ધાબળા વિતરણ કરવામાં આવ્યા હતા. જેમાં 500થી વધુ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ટ્રસ્ટમાં જોડાયેલી તમામ મહિલાઓ નાની ઉમરે ખુબ ઉત્તમ કાર્ય કરી રહી છે. 'સામાજિક કાર્ય કરવાની કોઈ ઉમર નથી હોતી' તેવું ઉત્તમ ઉદાહરણ ચાણક્ય ચેરીટેબલ ટ્રસ્ટની મહિલાઓ દ્વાર આપવામાં આવ્યું છે. ચાણક્ય ચેરીટેબલ ટ્રસ્ટનો મુખ્ય હેતુ સમાજની તમામ બહેનોને અભ્યાસ પૂરો પાડવાનો છે. ઘણી બહેનોને પારિવારિક દબાણ તેમજ અન્ય કારણો થી ઉચ્ચ અભ્યાસ નથી કરી સકતી તેવી બહેનોને સહકાર આપી તેઓને ઉચ્ચ અભ્યાસ પૂરો પાડવામાં આવશે. તેમજ ચાણક્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દીકરીઓ ના હિત માટે તમામ કાર્ય આગામી સમયમાં કરવામાં આવશે. મહિલા સશક્તિકરણ માટે પણ આગામી સમયમાં કાર્યક્રમ કરવામાં આવશે.