મોરબી : મોરબી જિલ્લા આચાર્ય સંઘના હોદેદારોની વર્ષ 2021-2023 એમ ત્રણ વર્ષ માટે બિનહરીફ વરણી કરવામાં આવેલ છે. જેમાં અધ્યક્ષ તરીકે લાલજીભાઈ વી.કગથરા, પ્રમુખ તરીકે સુરેશભાઈ પી. સરસાવડીયા, મહામંત્રી તરીકે જાવીયા સંજીવ અંબાવીભાઈ, ઉપપ્રમુખ તરીકે દેથરીયા નરેન્દ્રકુમાર હિરાલાલ અને માથકીયા હબીબભાઈ અલીભાઈ, મંત્રી તરીકે પાડલીયા ગૌતમભાઈ રાઘવજીભાઈ, સહમંત્રી તરીકે નિમેષકુમાર રામજીભાઈ ફળદુ, સંગઠન મંત્રી તરીકે આદ્રોજા ઘનશ્યામ મગનભાઈ, ખજાનચી તરીકે વિરમગામા ધર્મેન્દ્રકુમાર ભગવાનજીભાઈ, અન્વેષક તરીકે ચાવડા ગીતાબેન ગોપાલદાસ, કલ્યાણનિધિ કન્વી. તરીકે સુરેશકુમાર કે. પટેલ, સારસ્વત મંત્રી તરીકે સંજીવકુમાર લવજીભાઈ પટેલ, શે. વર્કશોપ સેમી. કન્વી. તરીકે ગામી અસ્મિતાબેન શામજીભાઈ, કાર્યાલય મંત્રી તરીકે પટેલ સુરેશકુમાર છગનભાઈ, વ્યવસ્થાપક કમિટી સભ્ય તરીકે બાદી ઇસ્માઇલભાઈ મહમદ, નલિનકુમાર એમ. ઝાલરિયા અને અનિલકુમાર પી. કાંજીયાની વરણી કરવામાં આવી છે.