હળવદ : હળવદ તાલુકાના સાપકડાના યુવકે ઝેરી દવા પીને આપઘાત કર્યો છે. તેનું સારવાર દરમિયાન મોત થયું છે. આ બનાવ અંગે હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે. ગઈકાલે તા. 5ના રોજ સાપકડા ગામમાં રહેતા 28 વર્ષીય દીલીપભાઇ અમરસીંગભાઇ નાયકએ નાનજીભાઇ રાજપુતની વાડીએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી ગયા હતા. આથી, તેને હોસ્પીટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત થયું છે. પોલીસે બનાવ અંગે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.