મોરબી : મોરબી તાલુકાના ચકમપર ગામે યુવક ઘરે કહ્યા વિના બાઈક લઈને ક્યાંક ચાલ્યો ગયો છે. આ યુવકની ભાળ ન મળતા પરિવારજનોએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ચકમપર ગામમાં રહેતા 27 વર્ષીય ચિરાગભાઇ ભાણજીભાઇ કાલરીયા ગત તા. 3ના રોજ વહેલી સવારના સાડા પાચેક વાગ્યાના અરસામા પોતાના ઘરે કોઇને કઈ કહ્યા વગર કોઇ કારણસર પોતાનુ મો.સા નંબર-જી-જે- ૩૬-એન-૭૫૭૬ લઇને એકલો પોતાની મેળે ઘરેથી જતો રહ્યો છે. હાલમાં પોલીસ તેની શોધખોળ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે ચિરાગ શરીરે મધ્યમ બાંધાનો વાને ઘઉવર્ણનો છે. અને તેણે ગળામા કાળો દોરો તથા હાથમા નંગવાળી ચાંદીની વીટી પહેરેલ છે. ઘરેથી ગયો તે સમયે તેને બ્લ્યુ કલરનુ જાકીટ અને બ્લેક કલર જીન્સ પેન્ટ પહેરેલ છે. તેની ઉચાઇ આશરે ૫ ફુટ ૬ ઇંચ જેવી છે.