વાંકાનેરની સિવિલ હોસ્પિટલમાં કોરોના વેકસીન માટે ડ્રાય રન

- text


 

25 જેટલા હેલ્થવર્કરોને રસીકરણનું ટેસ્ટિંગ કરાયું

વાંકાનેર : સંભવિત આવતા માસે અવાનર કોવિડ વેકસીન આપતી વખતે કોઈ ભૂલ કે ગંભીર ક્ષતિ ન થાય તે માટે આગોતરા કોરોના વેકસીનના ટેસ્ટિંગ માટે વાંકાનેરની સિવિલ હોસ્પિટલમાં જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ અને તાલુકા હેલ્થ ઓફિસ વાંકાનેર દ્વારા ડ્રાઈ રનનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં 25 જેટલા હેલ્થ વર્કરોને કોરોના વેકસીન આપવાનું સફળતાપૂર્વક ટેસ્ટીગ કરવામાં આવ્યું હતું.

- text

વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં આજે કોરોના વેકસીન માટે યોજાયેલી ડ્રાઈ રનના કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જે.એમ.કતીરા, જિલ્લા આર.સી.એચ.અધિકારી ડો.વી.એલ.કારોલીયા, જિલ્લા આઈ.ઇ.સી.અધિકારી જી.વી.ગાંભવા, તાલુકા હેલ્થ ઓફિસર ડો.એમ.એ.શેરસિયા, સાહિતનાએ હાજર રહીને કોરોના વેકસીન અંગે ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું અને આ કોરોના વેકસીનની ડ્રાઈ રનની કામગીરી સફળતાપૂર્વક કરવામાં આવી હતી.આ કાર્યક્રમને સફળ બનાવવા તાલુકા હેલ્થ ઓફિસર ડો.એમ.એ.શેરસિયા, તાલુકા હેલ્થ સુપરવાઇઝર વી.એચ.માથકિયા અને સમગ્ર વાંકાનેર સિવિલ હોસ્પિટલના સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.

- text