પ્રમુખ તરીકે અજ્જુભાઈ ઠાકોર, ઉપપ્રમુખ પદે વિશાલભાઈ દરજીની નીમણુક કરાઈ હળવદ : હળવદ શહેરમાં સેવાકીય પ્રવૃતિઓ કરતું ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપની એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગ્રુપમાં વિવિધ હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. હળવદમાં પાછલા થોડા વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિઓમાં સતત અગ્રેસર રહેતા ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપની દર વર્ષની જેમ આ વર્ષે પણ એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વર્ષ ૨૦૨૧-૨૨ના પ્રમુખ તરીકે સર્વાનુમત્તે અજ્જુભાઈ ઠાકોરની નિમણૂક કરવામાં આવી હતી. જ્યારે ઉપપ્રમુખ તરીકે વિશાલભાઈ દરજીને જવાબદારી સોંપવામાં આવી છે. તેમજ ખજાનચી તરીકે મયુરભાઈ પરમાર અને સોશિયલ મીડિયાના કન્વીનર પદે જયુંભાઈ અઘારાની પસંદગી કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે હળવદ શહેર કે ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ચાર વર્ષની અંદર ૩૦૦ જેટલા વિવિધ સેવાકીય પ્રોજેક્ટ કરી ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપ લોકોને મદદરૂપ બની રહ્યું છે.