મોરબી : મોરબી તાલુકાના મકનસર ગામમાં રિક્ષામાં દેશી દારૂની હેરાફેરી કરતા બે શખ્સો પકડાયા છે. તેમજ અન્ય બે શખ્સોનું નામ ખુલ્યું છે. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ચારેય શખ્સો સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. ગઈકાલે તા. 3ના રોજ મકનસર ગામમાં ચામુંડા હોટલ સામે નેશનલ હાઇવે રોડ પર CNG રીક્ષા રજી.નં. GJ-36-U-9272માં 150 લી. (કી.રૂ. 3000) દેશી દારૂ ભરીને જતા શાહરૂખભાઇ જબ્બારભાઇ ભટ્ટી અને શાહરૂખભાઇ આદમભાઇ લધાણીને ઝડપી પાડવામાં આવ્યા છે. આ બંને આરોપીઓએ રફીકભાઇ હબીબભાઇ સંધી પાસેથી દેશી દારૂ લીધો હતો. તેમજ આ માલ રજીયાબેન જુસબભાઇ કટીયાને આપવા જતા હતા. પોલીસે દેશી દારૂ અને રીક્ષા સહીત કી.રૂ. 73,000નો મુદામાલ કબ્જે કર્યો છે. તેમજ ચારેય આરોપીઓ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.