મોરબી : લક્ષ્મીવાસના સરપંચ જયદીપભાઈ સંઘાણી સંચાલિત સમાજ સેવા કેન્દ્ર દ્વારા ગઈકાલે નાના દહીંસરા ગામે સેવાસેતુ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં 3 કલાકના સમય ગાળામાં અલગ-અલગ કામ અર્થે 46 લોકોએ આ કેમ્પની સેવાનો લાભ લીધો હતો. આગામી દિવસોમાં ફગસીયા, બગસરા, નાના ભેલા વગેરે જેવા ગામોમાં સેવાસેતુના કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.