ટંકારા : ટંકારા પોલીસે ગઈકાલે ટંકારાના નેસડા (ખા.) ગામે જાહેરમાં જુગાર રમતા સાતને ઝડપી લીધા હતા. આ બનાવની ટંકારા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારા પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે ટંકારાના નેસડા (ખા.) ગામે વાણીયાના સુરાપુરાના મંદિર પાછળ જાહેરમાં જુગાર રમતા ઈબ્રાહીમભાઈ ગુલાબભાઈ ચૌહાણ, કિશોરભાઈ દેવરાજભાઈ કેસુર, વસંતભાઈ મગનભાઈ ઘોડાસરા,ભરતભાઈ મોહનભાઈ જીવાણી, વિપુલભાઈ સવજીભાઇ ઘોડાસરા, ઓધવજીભાઈ માધવજીભાઈ જીવાણી અને નારણભાઈ પ્રાણજીભઈ ભાડજાને કુલ રોકડ રૂપીયા ૨૩,૨૭૦ સાથે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી કરી હતી.