એસ.એમ.વી.એસ. સ્વામી નારાયણ મંદિરના શિલાન્યાસ સમારંભને મોરબી અપડેટ પર ઓનલાઈન કરાશે પ્રસારિત : ભક્તોને ઘેરબેઠા ધર્મલાભ લેવા કરાયો અનુરોધ મોરબી : મોરબી ખાતે નવનિર્મિત SMVS સ્વામી નારાયણના ભવ્ય શિખરબદ્ધ મંદિરનો ઓનલાઈન શિલાન્યાસ સમારોહ આગામી તા. 6 જાન્યુઆરીના સાંજે 6થી 8-30 દરમિયાન હરિકૃષ્ણ મહારાજ તથા સંત સ્વામીશ્રીના દિવ્ય સાનિધ્યમાં ઉજવાશે. આ શિલાન્યાસ સમારંભને મોરબી અપડેટ પર ઓનલાઈન પ્રસારિત કરાશે. જેનો ભક્તોને ઘેરબેઠા ધર્મલાભ લેવા અનુરોધ કરાયો છે. ગાંધીનગરથી હરિકૃષ્ણ મહારાજ તથા સંત સ્વામીશ્રી મોરબી ખાતે આવી આ નવનિર્મિત શિખરબદ્ધ મંદિરનો શિલાન્યાસ કરી મોરબી શહેરની શોભામાં વધારો કરશે. કોવિડ-19ની મહામારીને ધ્યાને લઈને આ કાર્યક્રમને ઓનલાઇન રાખવામાં આવ્યો છે. મોરબી અપડેટ પર મોરબી જીલ્લાના ભક્તોને ઓનલાઈન લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. મોરબી જીલ્લાના તમામ હરીભાક્તોને હરિકૃષ્ણ મહારાજ તથા સંત સ્વામીશ્રીના દર્શનનો લાભ મળે તે માટે તા. 6 જાન્યુઆરીને બુધવારે સવારે 10 થી બપોરે 12-30 વાગ્યા દરમિયાન SMVS સ્વામી નારાયણ મંદિર દ્વારા દુર્લભ પાર્ટી પ્લોટ પાસે સહપરિવાર લાભ લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. શિલાન્યાસ સમારંભનો તમામ ભક્તજનોને લાભ મળે તેવા હેતુથી શીલા પૂજનનો ઘરે બેઠા લાભ લેવા માટેની ઈંટ મંદિરેથી અગાઉ જ મેળવી લેવી અને તા. 6ના સાંજે 6થી 8-30 ઓનલાઈન શિલાપૂજનનો લાભ લેવા જણાવાયું છે. પૂજન થયેલી શિલા મંદિર નિર્માણના કાર્યમાં ઉપયોગમાં લેવાશે. આથી, 10 જાન્યુઆરી સુધીમાં ઈંટ મંદિરમાં પુનઃ જમા કરાવવા માટે અનુરોધ કરાયો છે.