કુલ કી.રૂ. 14,400નો 4 પેટી વિદેશી દારૂ કબ્જે માળીયા (મી.) : નવાગામથી વીરવીદરકા જવાના રસ્તે બાવળની કાટમાં વિદેશી દારૂનું કટિંગ કરતા ચાર શખ્સો પોલીસ આવતા નાશી છૂટ્યા હતા. પોલીસે કુલ કી.રૂ. 14,400નો 4 પેટી વિદેશી દારૂ કબ્જે કર્યો હતો. તેમજ ચારેય શખ્સો વિરુદ્ધ માળીયા (મી.) પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે. ગઈકાલે તા. 3ના રોજ નવાગામથી વીરવીદરકા ગામ તરફ જવાના કેડા ઉપર બાવળની કાટમાં ચારેય આરોપીઓ ગે.કા પાસ પરમીટ વગર વેચાણ કરવાના અર્થે ભારતીય બનાવટની પ્રરપ્રાતિય ઇંગ્લીશ દારૂનું કટિંગ કરતા હતા. આ દરમિયાન પોલીસ આવી જતા ચારેય શખ્સો નાશી છૂટ્યા હતા. પોલીસે વિદેશી દારૂની 48 બોટલો ભરેલ કુલ પેટી નંગ 4 (કિ..રૂ. 14,400) જપ્ત કર્યો છે. તેમજ આરોપીઓ મોહસીન ઉર્ફે ડીકો મયુદિનભાઇ સંધવાણી, આરીફ મયુદિનભાઇ સંધવાણી, સ્વિફટ ગાડી નંબર GJ-36-F-3775નો ચાલક તથા અન્ય એક ફોરવ્હીલના ચાલકને પકડવા તજવીજ હાથ ધરેલ છે.