ગુજરાતના ભાતીગળ લોકગીતોનો રાષ્ટ્રીય કક્ષાએ સ્વર ગુંજતો કરવા જઈ રહેલી ગાયિકા પર ઠેર ઠેરથી વરસી રહી છે શુભકામનાઓ મોરબી: સ્પોર્ટ, યુથ એન્ડ કલ્ચરલ એક્ટિવિટીઝ ડિપાર્ટમેન્ટ દ્વારા આયોજિત રાજ્યકક્ષાની પ્રતિસ્પર્ધામાં ગાયન વિભાગમાં લોકગીત માટે રાજ્ય કક્ષાએ પ્રથમ આવનારી મોરબીની યુવા ગાયિકા અવની ગોસ્વામી આગળની પ્રતિસ્પર્ધામાં ભાગ લેવા હવે રાષ્ટ્રીય કક્ષાએ જશે. ગુજરાત સરકાર દ્વારા આયોજિત યુવાઓ માટેની આ સ્પર્ધામાં લોકગીત માટેના અસંખ્ય કલાકારો વચ્ચે પ્રથમક્રમે રહીને અવની ગૌસ્વામીએ મોરબી જિલ્લાનું ગૌરવ રાજ્યકક્ષાએ વધાર્યું છે ત્યારે હવે રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતના લોકગીતોને વિશાળ ફલક પર આગવી ઓળખ અપાવવા જઈ રહેલી લોકગીત ગાયિકાને ચોમેરથી શુભકામનાઓ મળી રહી છે.