મોરબી : મોરબીના સામાકાંઠે પોલીસે વેજીટેબલ રોડ ઉપર બે સ્થળે જુગાર રમતા ચાર શખ્સોને ઝડપી લીધા હતા. આ બનાવની મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે બી ડિવિજન પોલીસે બાતમીના આધારે વેજીટેબલ રોડ ફોરેસ્ટર ઓફીસ પાસે રોડ ઉપર મોરબી-૨ પાસે જાહેરમાં જુગાર રમતા ખેતાભાઇ પ્રેમજીભાઇ કુંઢીંયા તથા નવઘણભાઇ હીન્દુભાઇ કુઢીંયાને રોકડા રૂપીયા ૧૧૪૦ સાથે ઝડપી લીધા હતા. તેમજ વેજીટેબલ રોડ ભીમસર ત્રણ માળીયા પાસે રોડ ઉપર જાહેરમાં જુગાર રમતા ભુદરભાઇ છનાભાઇ દેલવાણીયા અને સુરેશભાઇ બટુકભાઇ કુંઢીયાને રોકડા રૂપીયા ૮૪૦ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.