મોરબી : મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાઓમાં પાંચેક માસથી નાસતા-ફરતા આરોપીઓને બી ડીવીઝન પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યા છે. મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાઓમાં ગત તા. 20/07/2020થી નાસતા-ફરતા આરોપી ગટુરભાઇ મશરૂભાઇ બણોધરા (ઉ.વ. 62, ધંધો-ખેતીકામ, રહે-રૈયાપુર બાર ચોકડી, ઠાકોરવાસ, વિરમગામ)ને વિરમગામ ખાતે પોલીસે તપાસમાં જઇ પકડી પાડી મોરબી લાવેલ હતા. તેમજ આરોપી મનોજભાઇ ધરમસિભાઇ મકવાણા (ઉ.વ. 48, ધંધો-મંડપ સર્વીસ, રહે-રેલ્વે સ્ટેશન રોડ, ભુપતભાઇ ચૌહાણના મકાનમાં ભાડેથી, ધ્રાગધ્રા, જી.સુરેંદ્રનગર)ને પકડી પાડડયા હતા. હાલમાં બન્ને આરોપીઓના કોરોના અંગેના રીપોર્ટ કરી આગળની કાર્યવાહી ચાલુ છે.