મોરબી : મોરબીના એક રહીશને રસ્તા પરથી મોબાઈલ મળ્યો હતો. જે મોબાઈલ મૂળ માલિકને પરત કરી જાગૃત નાગરિકે ઈમાનદારી દાખવી હતી. ગત તા. 31 ડિસેમ્બરના રોજ સાંજે 7 વાગ્યા આસપાસ મોરબીના શનાળા રોડ પર વિશાલ સ્ટોર નજીક દિવ્યેશભાઈ અગ્રાવતનો મોબાઈલ ફોન ખોવાય ગયેલ હતો. આ બાબત તેને ધ્યાનમાં આવતા થોડી જ વારમાં પોતાના મોબાઈલ નંબર પર કોલ કર્યો હતો. જે ફોન શૈલેષભાઇ સંચાણિયા (રહે. નાની વાવડી)ને મળ્યો હતો. તેમણે ફોન પર વાત કરી મોબાઈલ મૂળ માલિક એટલે કે દિવ્યેશભાઈ અગ્રાવતને પરત કર્યો હતો. આમ, શૈલેષભાઇએ માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.