ટંકારાને વિશ્વ ફલક પર રોશન કરનાર ઋષિનું નામ બસ સ્ટેશનને આપવા સોશિયલ મીડિયા પર અગ્રણીઓ પોસ્ટ મૂકી ટંકારા : નવા વર્ષના પ્રથમ દિવસે ટંકારામાં બે દશકાથી માંગણી કરાતા બસ સ્ટેન્ડનુ ખાતમુહૂર્ત થયા બાદ હવે એ નવનિર્માણ પામનાર બસ સ્ટેન્ડને ટંકારાની ખ્યાતિ દેશ-વિદેશમાં અને રાજકીય નેતાથી લઈ નાના-મોટા સમુહમા પ્રસિદ્ધ એવા વૈચારિક ક્રાંતિના જનક મહાન સમાજ સુધારક અને આર્ય સમાજના સ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતીની ઓળખ આપી નામકરણ કરવા જુદા-જુદા સંગઠનો દ્વારા માંગણી કરવામાં આવી રહી છે. આ અંગે ટંકારા ભાજપના પૂર્વ યુવા મહામંત્રી ભાવેશ કાનાણીએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લેખિતમા રજૂઆત કરી છે. તો ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ગૌતમ વામજા, ગપી પાટીદાર સહિતના નગરજનો એ પણ સોસયલ મિડીયા ઉપર આ વાત મુકી માંગ દોહરાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આઝાદી પછીનુ બસ સ્ટેન્ડ ઋષિની જ્ઞાાનમંદિરની અડોઅડ હતુ અને ટંકારામા દેશવિદેશથી અનેક આર્યસમાજી ટંકારા પધારતા હોય છે. ત્યારે તેના ગુરૂના નામકરણથી એ પણ ગૌરવની લાગણી અનુભવે એમા કોઈ બેમત નથી.