મધ્યપ્રદેશથી યુવાન મજૂરીકામ માટે ટીકર કરાવ્યો હતો : લાસને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડાઇ હળવદ : હળવદ તાલુકાના ટીકર ગામ નજીક આવેલ ચોકડી પરથી આજે મુળ મધ્યપ્રદેશના અને હાલ ટીકર ગામે મજૂરીકામ કરતાં આશરે ૩૫ વર્ષીય યુવાનની લાશ મળી આવતા લોકોના ટોળા ઘટના સ્થળે દોડી ગયા હતા બનાવને પગલે પોલીસ ઘટના સ્થળે દોડી જઇ પ્રાથમિક તપાસ હાથ ધરી લાશને હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવી હતી. જ્યાં આ યુવાનની લાશને ફોરેન્સિક લેબ માટે રાજકોટ મોકલવાનું ફરજ પરના તબીબોએ જણાવ્યું હતું જેથી હાલ પોલીસ દ્વારા મૃતક સુખરામ રવજીભાઈ ખરાડી ઉંમર વર્ષ આશરે 35 રહે મુળ મધ્યપ્રદેશ અને હાલ રહે ટીકરની લાશને રાજકોટ ફોરેન્સિક પીએમ માટે લઇ જવાની તજવીજ હાથ ધરવામાં આવી છે સાથે જ યુવાનનું મોત કયા કારણોસર નીપજ્યું છે તે પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ બહાર આવશે તેમ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું