બન્ને પક્ષોએ એકબીજા ઉપર હુમલો કર્યાની સામસામી ફરિયાદ નોંધાવી હળવદ : હળવદના સુસવાવ ગામે જમીનના ડખ્ખામાં બે પરિવારો વચ્ચે બઘડાટી બોલી ગઈ હતી અને બન્ને પક્ષો વચ્ચેની મારમારી બાદ બન્નેએ એકબીજા ઉપર હુમલો કર્યાની સામસામી ફરિયાદ હળવદ પોલીસ મથકે નોંધાવી છે. હળવદ પોલીસે બન્ને પક્ષની સામસામી ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ મારામારીની હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી ધનીબેન કાનજીભાઇ વાઘેલા (ઉ.વ.૬૦ ધંધો ખેતી, મયુરનગર તા.હળવદ) વાળાએ આરોપીઓ જીલુબેન દાઉદભાઇ મુસલમાન તથા રુકશાનાબેન હાજીભાઇ મુસલમાન (રહે.બંને ટંકારા) ગઈકાલે તા.૨ ના રોજ હળવદના સુસવાવ ગામની સીમમાં આરોપીઓએ ફરીયાદીનુ મશીન તથા ટબૉઇન પંપ તથા ચરખીને નુકશાન કરેલ હોય જે બાબતે ફરીયાદી તથા સાહેદો કહેતા આરોપીઓ છરી તથા ધારીયા જેવા તીક્ષણ હથીયારો ધારણ કરી તમામને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદી તથા તમામ સાહેદોને જાહેરમાં જાતી પ્રત્યે આપમાનીત કર્યાની ફરિયાદ નોંધાવી હતી. જ્યારે સામાપક્ષે જીલુબેન દાઉદભાઇ ઠેબા (ઉ.વ ૬૦, ધંધો મજુરી રહે ટંકારા સંધીવાસ) એ આરોપીઓ કાનજીભાઇ વાઘેલા, કાનજીભાઇના પત્ની, મેહુલભાઇ કાનજીભાઇ (ત્રણેય રહે મયુરનગર) કાનજીભાઇના સબંધી મુળજીભાઇ (રહે મોરબી) સામે વળતી ફરિયાદ નોંધાવી હતી કે, સુસવાવ ગામના પાટીયા સામે રમેશભાઇની વાડીએ આરોપીઓએ ફરીયાદી તથા સાહેદોને જમીન ખાલી કરી જતા રહેવાનુ કહી ફરીયાદીને જમીન પર પછાડી દઇ છાતી પર બેસી કપડા ફાડી નાખી નિર્લજ હુમલો કરી ભુંડા બોલી ગાળો આપી ઢીકાપાટુનો મારમારી તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.હળવદ પોલીસે બન્ને પક્ષની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.