ટંકારા: 2009ની સાલમાં ટંકારમાં ઘરફોડ ચોરીના ગુન્હાને અંજામ આપી ફરાર થઈ જનાર આરોપીને 11 વર્ષ બાદ મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડે ઝડપી પાડી ટંકારા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે. એલ.સી.બી.ના પો. સબ. ઇન્સ. એન.બી. ડાભી તથા પેરોલ ફર્લો સ્ક્વોડના પો.હેડ. કોન્સ. જયેશભાઇ વાઘેલા, પો. કોન્સ. બ્રિજેશભાઈ કાસુંદ્રાને ખાનગી રાહે મળેલી બાતમીને આધારે 2009ની સાલમાં ટંકારામાં ઘરફોડ ચોરીના ગુન્હાને અંજામ આપી ફરાર થઇ જનાર 29 વર્ષીય રમેશ મહેન્દુ મચ્છાર રહે. હાલ જામવાડી, તા. થાન. જી. સુરેન્દ્રનગરને જામવાડી ગામેથી જ ઝડપી પાડી આગળની કાર્યવાહી અર્થે ટંકારા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે. આ કામગીરીમાં એલ.સી.બી. પો.ઇન્સ. વી.બી. જાડેજા, પો.સબ. ઇન્સ. એન.બી. ડાભી, એ.એસ.આઈ. હીરાભાઈ ચાવડા, રસિકભાઈ ચાવડા, સંજયભાઈ પટેલ, રજનીભાઇ કૈલા, પો.હેડ. કોન્સ. ચંદ્રકાંતભાઈ વામજા, જયેશભાઇ વાઘેલા, જયવંતસિંહ ગોહિલ, પો. કોન્સ. બ્રિજેશભાઈ કાસુન્દ્રા, અશોકસિંહ ચુડાસમા સહિતના રોકાયા હતા.