વાંકાનેર : વાંકાનેરમાં અમરસર ફાટક નજીક એક બંધ ટ્રકમાં પાછળ બાઈક ઘુસી જતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે બાઇકચાલક ઇજાગ્રસ્ત થતા ખાનગી વાહનમાં હોસ્પિટલે લઇ જવામાં આવ્યા છે. ગઈકાલે રાત્રે અંધારાના સમયમાં ફાટક નજીક સીંધાવદર તરફ એક બંધ ટ્રક (Gj-10w-5924)માં પાછળ બાઇક ઘૂસી જતાં ચાલકને ઈજા થઈ હતી અને તેમને ખાનગી વાહનમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. તેઓને બહારથી સામાન્ય ઇજા દેખાતી હતી. પરંતુ તેઓ અર્ધબેભાન હાલતમાં હતા. વધુમાં મળેલી માહિતી મુજબ તેવો રાજકોટના માલયાસણ ગામના હોવાનું જાણવા મળ્યું છે.