મોરબી : મોરબીના સિરામિક ઉદ્યોગપતિ દ્વારા શિયાળાની ઋતુમાં કડકડતી ઠંડી વચ્ચે રહીને પોતાના અને પરિવાર માટે રોજીરોટી મેળવવા કામ કરતા કારીગરો અને વર્કરો માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ સારી કવોલિટીના બ્લેકેંટનુ વિતરણ લ્યુમેન સિરામિક પ્રાઇવેટ લિમિટેડ તેમજ લેકિસકોન સિરામિક પ્રાઇવેટ લિમિટેડ મોરબીના ડાયરેક્ટર તેમજ મોરબી સિરામિક એસોસિયેશન (વોલ ટાઇલ્સ) ડીવીઝનના ઉપપ્રમુખ નરેન્દ્રભાઇ સંઘાત દ્વારા તેમની બંને ફેક્ટરીમાં કામ કરતા કર્મચારીઓ તેમજ વર્કરોને કરાયું હતું. કર્મચારીઓને બ્લેન્કેટ ભેટ આપી કાતિલ ઠંડીમાં રક્ષણ મળે તે હેતુથી આપવામાં આવેલ હતા. આમ, આ સિરામિક ઉદ્યોગપતિ હંમેશા અવારવાર સેવાના કાર્યો કરવાની પ્રેરણા પુરી પાડતા રહે છે.