હળવદ : ગઈકાલે તા. 29ના રોજ હળવદમાં બે સ્થળેથી વર્લી ફિચરનો જુગાર રમતા કુલ બે શખ્સો પકડાયા છે. આ બંને શખ્સો વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. તેમજ પોલીસે બંને આરોપીઓની ધોરણસર અટક કરેલ છે. હળવદ શહેરમાં આંબેડકર સર્કલ પાસે રોડ પર જાહેરમાં વર્લી ફિચરનો જુગાર રમતા રાજુભાઇ ચંદુભાઇ સુરેલાને પકડી પાડવામાં આવ્યો છે. પોલીસે તેની પાસેથી રોકડ રૂ. 230 જપ્ત કર્યા છે. તેમજ હળવદમાં પંચમુખી ઢોરે મહાદેવના મંદિરની બાજુમા રસ્તા પર જાહેરમાં આંક ફરકનો વર્લી ફિચરનો જુગાર રમતા વિક્રમભાઇ નાનજીભાઇ ધામેચાને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે આરોપી વિક્રમ પાસેથી રોકડ રૂ. 190 કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.