મોરબી : જયારે પરિવારમાંથી પોતીકા વ્યક્તિ હંમેશા માટે વિદાય લઇને જતા રહે ત્યારે ઘરમાં શોક વ્યાપી જાય એ સ્વાભાવિક છે. આવી શોકની ક્ષણોમાં પણ અન્યની અંધકારમય જિંદગીમાં રોશની લાવવાનો વિચાર અમલમાં મુકવામાં આવે તે પ્રેરણાદાયી છે. મોરબીના એક પરિવારે સ્વજનના નિધન બાદ તુરંત જ સદગતના નેત્રોનું દાન કરી માનવ સેવાનું ઉત્તમ દૃષ્ટાંત પૂરું પાડ્યું છે. મોરબીમાં રહેતા પારેખ પરિવારના રમેશચંદ્ર પાનાચંદ પારેખનું આજે તા. 30ના રોજ દુ:ખદ અવસાન થયેલ હતું. રમેશચંદ્રભાઈના અવસાન બાદ તેમના કુટુંબીજનોએ તેમની આંખોનું દાન કર્યું છે. આ ચક્ષુદાન મોરબીમાં આવેલ આંખની સરકારી હોસ્પિટલના સુરેશભાઈ કાલરીયાએ સ્વીકાર્યું છે. આ સેવા કાર્યમાં પરિવારજનોને સગા-સંબંધીઓએ સહયોગ આપી બિરદાવ્યા હતા. આમ, ચક્ષુદાન કરી પારેખ પરિવારે માનવતા મહેકાવી છે.