સાસરિયા પક્ષના ચાર લોકો સામે રસોઇ કામ તથા કરીયાવર બાબતે દુઃખ-ત્રાસ આપી મરવા મજબૂર કર્યાનો ગુનો નોંધાયો મોરબી : મોરબીમાં પરિણીતાના આપઘાત કેસમાં તેના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાઇ છે. જેમાં મૃતકના પિતાની ફરિયાદ પરથી પોલીસે સાસરિયા પક્ષના ચાર લોકો સામે રસોઇ કામ તથા કરીયાવર બાબતે દુઃખ ત્રાસ આપી મરવા મજબૂર કર્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ જામનગરના જુના રેલ્વે સ્ટેશન પાસે આવેલ જય ભીમવાસમાં રહેતા જંયતીભાઇ ભીમજીભાઇ શેખાવા (ઉ.વ.૪૨) એ મોરબીના વિસીપરા પાસે આવેલ ભીમરાવનગરમાં રહેતા તેમની પુત્રીના સાસરિયા ગીતાબેન મહેશભાઇ ચૌહાણ, પુનમબેન મહેશભાઇ ચૌહાણ, પુજાબેન હીતેષભાઇ મોહનભાઇ સોલંકી, નીતીનભાઇ મહેશભાઇ ચૌહાણ સામે ફરિયાદ નોંધાવી હતી કે ફરીયાદીની દિકરી પાયલને આરોપીઓએ રસોઇ કામ તથા કરીયાવર બાબતે અવારનવાર દુ:ખ ત્રાસ આપી મહેણા ટોણા મારી તથા માર મારી ફરીયાદીની દિકરીને મરવા મજબુર કરી હતી. આથી, ગઇ તા. ૨૪ ડિસેમ્બરના રોજ ફરીયાદીની દિકરી પાયલે પોતાની સાસરીમા ગળેફાસો ખાઇ આપઘાત કરી લીધો હતો. પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.