ખોડિયાર પાર્ક, પટેલનગર, આલાપ પાર્ક, વોર્ડ નં. 12ના રહીશોએ સમસ્યાઓ રજૂ કરી મોરબી : મોરબીના દરેક વિસ્તારથી, જનજનથી પરિચિત ચીફ ઓફિસર ગિરીશ સરૈયાની વહીવટદાર તરીકે નિમણુંક થતા એક્શન મોડમાં આવી ગયા છે અને મોરબીના લોકોના પ્રશ્નો, સોસસિટીના પ્રશ્નો સાંભળવાનું, ઉકેલવાનું બીડું ઝફપ્યું હોય એમ ઓફીસ અવર્સ બાદ સાંજના સમયે, રાત્રીના સમયે તમામ સ્ટાફ સાથે સોસાયટીમાં પહોંચી જાય છે અને લોકોના પ્રશ્નો સાંભળી સ્થળ પર જ નિકાલ થાય એવી સમસ્યાઓ સ્થળ ઉપર જ ઉકેલે છે અને બાકીની સમસ્યાઓ સાંભળી લેખિત આવેદન લઈ નગરપાલિકાના જે તે જવાબદાર વ્યક્તિને હલ કરવાની સૂચના આપે છે અને લાંબાગાળાના પ્રશ્નો લોક ભાગીદારીથી લોકોના સહકારથી હલ કરવાની ખાત્રી આપે છે. ગઈકાલે મોરબીમાં ખોડિયાર પાર્ક, પટેલનગર અને આલાપ પાર્ક તેમજ વોર્ડ નંબર 12ના લોકોને મળવા માટે 'નવી મુહિમ, નવા વિચાર, નવી પહેલ'ના સૂત્રને સાર્થક કરવા લોકોની અને વિસ્તારની સમસ્યાઓ જાણવા-સમજવા માટે અમીનભાઈ ઝુઝર તેમજ નગરપાલિકાના ચીફ એન્જિનિયર લાઈટ, ગટર, પાણી, સફાઈ, રોડ-રસ્તાઓની જવાબદારી સંભાળતા અધિકારીઓ સાથે રાતે હાજર રહી, આલાપ રોડ પહોળો કરાવવો, આલાપ સિમેન્ટ રોડ તૂટી ગયો હોય ફરી બનાવવો, વર્ધમાન એપાર્ટમેન્ટથી લીલાપર સ્મશાન સુધી લાઈટો ફિટ કરવી, રોડ પર બિનજરૂરી બમ્પ દૂર કરવા, સોસાયટીની બંધ સ્ટ્રીટ લાઈટ ચાલુ કરવી, પાણીની લાઈનનો વાલ નવો ફિટ કરવો, આલાપ રોડનો વોકળો ખુલ્લો કરવો અને ચોમાસા દરમિયાન આવતું પુર અટકાવવું, સોસાયટીના રસ્તા પાક્કા બનાવવા, ડોર ટુ ડોર કચરાનું ક્લેશન નિયમિત સમયસર થાય, ટ્રાફિક સમસ્યાઓ હલ થાય, રખડતા ઢોરની સમસ્યાઓ દૂર થાય તેમજ આલાપ રોડ પર બનાવેલ નાલું તેમજ રોડ હમણાં જ બનાવેલ હોવા છતાં તૂટી ગયેલ હોય કોન્ટ્રાક્ટરના ખર્ચે રીપેર કરાવવો વગેરે પ્રશ્નોની રજુઆત સોસાયટીના રહીશો બાબુભાઈ સરડવા, બાલુભાઈ પાંચોટીયા, નરશીભાઈ કાંજીયા વગેરેએ કરી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા રાજેશભાઈ ભીમાણીએ ખુબ જ જહેમત ઉઠાવી હતી.