મોરબી : 'કિસાન પરિવહન યોજના' હેઠળ માલવાહક વાહનો માટે આઈ ખેડૂત પોર્ટલ પર 31 જાન્યુઆરી સુધી ઓનલાઈન અરજી કરી તેનો લાભ લેવા ખેડૂતોને અપીલ કરી છે. તો અન્ય એક યોજના કે જેમાં રાની તેમજ પશુઓ દ્વારા પાકને થતું નુકશાન બચાવવા કાંટાળી તારની વાડ બનાવવાની યોજનાનો લાભ લેવા પણ અપીલ કરાઈ છે. ઉપરોક્ત બન્ને યોજનાઓ 31 જાન્યુઆરી 2021 સુધી ઓનલાઈન પ્લેટફોર્મ પર ઉપલબદ્ધ છે. આ માટેની વધુ વિગતો આઈ ખેડૂત પોર્ટલ પર જોવા મળી શકે છે.