મોરબી : મોરબીના શનાળા ગામે વાડીની ઓરડીમાં રૂ. 1.15 લાખ સાથે જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા છે. આ તમામ ચાર શખ્સો સામે જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ગઈકાલે તા. 29ના રોજ શનાળા ગામમાં રમેશભાઇ રામજીભાઇ પટેલની વાડીએ ઓરડીમાં જુગાર રમતા રમેશભાઇ, પ્રીતેશભાઇ બાબુલાલ પનારા, રજનીશભાઇ પ્રાણજીવનભાઇ દેત્રોજા અને નૌતમભાઇ ઉર્ફે જગો વીરજીભાઇ ફેફરને પકડી પાડવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ રોકડ રકમ રૂ. 1,15,800 કબ્જે કરી છે. તેમજ પોલીસ દ્વારા આરોપીઓની અટકાયત કરવામાં આવી છે.