મોરબી : મોરબી નજીક હાઇવે ઉપર નેશનલ હાઇવે ઓથોરિટીની ઘોર બેદરકારી સામે આવી છે. જેમાં હાઇવે ઉપર ફૂટ ઓવર બ્રિજના અણઘડ કામથી વરસાદી પાણીનો અવરોધ થવાની ભીતિ વર્તાઈ રહી છે. ઓવર બ્રિજ માટે હાઇવે ઉપરની ભૂગર્ભ ગટર ઉપર જ પીલર ખડકી દેવાતા ભૂગર્ભ ગટર અને વરસાદના પાણીનો નિકાલ બંધ થવાની મોટી મુસીબત આવી પડી છે. મોરબી નજીક શક્તિ ચેમ્બર પાસે નેશનલ હાઇવે ઉપર ફૂટ ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. ફૂટ ઓવર બ્રિજનું નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેમાં નેશનલ હાઇવે ઓથોરિટીની બેદરકારી સામે આવી છે. જેમાં આ ફૂટ ઓવર બ્રિજ માટે પીલરનું બાંધકામ કરવામાં આવ્યું છે. પણ હાઇવે ઉપર જ્યાં વરસાદી પાણીના નિકાલની જે ગટર બનાવવામાં આવી છે. તે ગટર ઉપર જ પીલર ઉભા કરી દેવામાં આવ્યા છે અને ગટરની પણ યોગ્ય સફાઈ થઈ નથી. જેના કારણે સર્વિસ રોડ ઉંપર ગટરની ગંદકી ઉભરાઈ છે. સાથેસાથે વરસાદી પાણીનો નિકાલ પણ બંધ થઈ જવાની ભીતિ છે. અગાઉ પણ ગટરની યોગ્ય સફાઈ ન કરાતા સર્વિસ રોડ ઉપર ગટરના ગંદા પાણીના તલાવડા ભરાયા હતા. ત્યારે હવે ગટર ઉપર જ પીલર ખડકાતા વરસાદી પાણીના નિકાલમાં અવરોધ ઉભો થવાની દહેશત છે.