મોરબી : મોરબીના જીઆઇડીસી રોડ ઉપર પનારા ગ્લાસની બાજુમાંથી નીકળતી ગેસની લાઈનમાં વાલ ચેમ્બરમાં આજે સમી સાંજે ઓચિંતા લીકેજ થતા આગ ભડકી ઉઠી હતી. આ આગની ઘટનાને પગલે ફાયર બ્રિગ્રેડની ટીમ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગ ઉપર કાબુ મેળવવી લેવાયો હતો. https://youtu.be/0l70c-o4-9Y મોરબીના જીઆઇડીસી રોડ ઉપર પનારા ગ્લાસની બાજુ ખાનગી પ્લોટ પાસેથી નીકળતી ગેસની લાઈનનો વાલ ચેમ્બર લીકેજ થયા બાદ મોટો ભડકો થયો હતો. અને આગના મોટા ભડકા સતત લબકારા મારી રહ્યા છે. ગેસની લાઈનમાં આગની જવાળાઓ ઉઠતા થોડીવાર માટે ભારે અફડાતફડી મચી ગઇ હતી. જોકે ફાયરબ્રિગેડ અને ગુજરાત ગેસની ટીમે સમયસર સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવી લીધો હતો.