“રાજકોટ જિલ્લાના ગ્રામિણ વિસ્તારની સજીવ અને રસાયણ આધારિત ખેતી પધ્ધતિઓનો અભ્યાસ” પરનો ગની પટેલે લખેલ મહાશોધ નિબંધ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માન્ય રાખીને પીએચ.ડી.ની ડિગ્રી આપી વાંકાનેર : વાંકાનેર તાલુકાના ખેરવા ગામના વતની ઉસ્માનગની અહમદભાઈ શેરસિયા (ગની પટેલ) ગત તા. 28 ડિસેમ્બર, 2020ના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રૂરલ સ્ટડીઝ વિભાગ, બી.આર.એસ. કોલેજ ડુમીંયાણીમાંથી જ્ઞાનની ઉચ્ચ ઉપાધિ પી.એચ.ડી. પૂર્ણ કરી મોમીન સમાજ, વાંકાનેર અને ગુજરાતનું ગૌરવ વધારેલ છે. તેમણે પી એચ ડી. 'A Study on Bio-Organic and Chemicals Based Farming Methods in Rural Areas of Rajkot District' (રાજકોટ જિલ્લાના ગ્રામિણ વિસ્તારની સજીવ અને રસાયણ આધારિત ખેતી પધ્ધતિઓનો અભ્યાસ)એ વિષય ઉપર પૂર્ણ કર્યું છે. તેમના માર્ગદર્શક તરીકે બી.આર.એસ. કોલેજ ડુમિયાણીના પ્રોફેસર ડી. સી. પટેલએ માર્ગદર્શન પૂરું પાડ્યું છે. ગની પટેલના આ મહાશોધ નિબંધને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ માન્ય રાખી પી.એચ.ડી.ની ડીગ્રી એનાયત કરી છે. ગની પટેલ દ્વારા થયેલા આ સંશોધનથી તેમના પરિવાર, ખેરવા ગામ, વાંકાનેર તાલુકા, મોમીન સમાજનું ગૌરવ વધારેલું છે. ગની પટેલ ડુમીયાણી કોલેજમાંથી બી આર એસ, એમ.આર.એસ. અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી એમ.જે.એમ.સી., એમ.ફિલ કરેલ છે. અને તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પી.એચ.ડી.ની ડીગ્રી એનાયત કરી છે. ગની પટેલ પોતે કૃષિ તજજ્ઞ છે, તેઓ કૃષિક્ષેત્રમાં ખૂબ અભ્યાસુ અને અનુભવી છે. તેઓ રાજકોટ આકાશવાણીમાં ગામના ચોરા કાર્યક્રમમાં કેઝ્યુલ એનાઉન્સર તરીકે સેવા આપી છે અને ઘણા બધા કૃષિ સામાયિકોમાં કૃષિને લગતા આર્ટીકલો લખી રહ્યા છે. આ ઉપરાંત તેઓ સામાજીક વિષય પર ઘણા અખબારો, લઘુ અખબારો અને મેગેઝિનમાં આર્ટીકલ લખી રહ્યા છે. સાથો સાથ તેઓ પોતે કવિ જીવ છે અને પોતે ઘણી બધી કવિતાઓ લખી છે. તેઓ સતત મીડિયા સાથે સંકળાયેલી વ્યક્તિ છે અને પ્રેસ કલબ ઓફ વાંકાનેરના સભ્ય છે.