હળવદ : હળવદ પોલીસે બાતમીના આધારે ગઈકાલે હળવદના સાપકડા ગામે જુગાર રમતા બેને ઝડપી લીધા હતા. આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ પોલીસે ગઈકાલે તા.૨૬ના રોજ જુના સાપકડા ગામે શીવ મંદીરની બાજુમા તળાવની પાળ ઉપર જાહેરમા પૈસા પાના વતી નશીબ આધારીત હાર જીતનો તીનપતીનો જુગાર રમતા ભાસ્કરભાઇ અરવીંદભાઇ નિમ્બાર્ક અને ગલાભાઇ મંગાભાઇ ચૌહાણને રોકડા રૂપિયા ૩૫૪૦ સાથે ઝડપી લીધા હતા. જ્યારે કૈલો સુરેશભાઇ નાડીયા, પ્રહલાદ મુકેશભાઇ નાડીયા નાસી છૂટતા આ બન્નેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.