મોરબી : મોરબીના સીપાઇ વાસમાં રહેણાંક મકાનમાં જુગાર રમતા છ શખ્સો ઝડપાયા છે. પોલીસે આ તમામ છ શખ્સોની અટકાયત કરી છે. ગઈકાલે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમના નાઇટ પેટ્રોલીંગ દરમ્યાન સર્વેલન્સ સ્ટાફને મળેલ બાતમી આધારે મોરબીના સીપાઇ વાસમાં ઝવેરી શેરીમાં રહેતા હાજીશા અલારખાશા શાહમદાર (ઉ.વ. 39)ના રહેણાંક મકાનમાં છ શખ્સો ગંજીપતાના પાના અને પૈસા વતી રોન પોલીસનો તીન પતીનો હારજીતનો જુગાર રમી રમતા મળી આવ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂ. 61,200 કબ્જે કર્યા છે. મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં આરોપીઓ હાજીશા અલારખાશા શાહમદાર, મહમદભાઇ સીદીકભાઇ દીવાન, સોયબભાઇ અશરફભાઇ નાગોરી, મોસીનભાઇ વલીમામદભાઇ માંડકીયા, અહેમદભાઇ નુરમામદભાઇ ખુરેશી અને ઇરફાનભાઇ ઇસ્માઇલભાઇ જુનાણી વિરુધ્ધ જુગાર ધારા કલમ 4-5 મૂજબનો ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.