મોરબી : માળીયા (મી.)ના જયદીપભાઈ સંઘાણી દ્વારા ગામડાઓમાં સમાજ સેવા કેન્દ્ર હેઠળ કેમ્પ નાખી ગામલોકોને સરકારી યોજનાના લાભો માટે સહાય કરવામાં આવે છે. જે માટે મોરબીના પીપળીયા ચાર રસ્તા ખાતે ઓફિસ આવેલ છે. જે અંતર્ગત ગઈકાલે સમાજ સેવા કેન્દ્ર દ્વારા સવારે 9:00 થી 12 વાગ્યા સુધી કુંતાશી ગામે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં 3 કલાકના આ કેમ્પમાં અલગ-અલગ 239 લોકોએ મુલાકાત લીઘી હતી. આ દરમિયાન અરજદારોના પ્રશ્નોનો સ્થળ પર જ નિરાકરણ લાવવાની કામગીરી હાથ ધરાઈ હતી.