ત્રણ મહિનાના એગ્રીમેન્ટમા રૂ.4નો ભાવ વધારો અને એક મહિનાના એગ્રીમેન્ટમા રૂ.4.5નો ભાવવધારો ; ઉદ્યોગકારોની ગેસ કંપની સાથેની બેઠક સફળ રહી મોરબી : સિરામિક ઉદ્યોગોને ગુજરાત ગેસ તરફથી મોટી રાહત મળી છે. અગાઉ ગેસ કંપનીએ એગ્રીમેન્ટનો સમયગાળો એક મહિનાથી ઘટાડીને ત્રણ મહિનાનો કરી નાખતા ઉદ્યોગકારોમાં દેકારો મચી ગયો હતો. આ અંગે ઉચ્ચ કક્ષાએ રજુઆત પણ થઈ હતી. જેને પરિણામે ગેસ કંપનીએ એક મહિનાનો એગ્રીમેન્ટ કરવાની છૂટ આપી છે અને જે ઉદ્યોગ 3 મહિનાનો એગ્રીમેન્ટ કરે તેને 0.50 ટકાનું ડિસ્કઉન્ટ આપવાની પણ જાહેરાત કરી છે. આજે ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલની ગુજરાત ગેસમા આપેલ સુચનાથી ગુજરાત ગેસના એમ.ડી. સંજીવકુમાર અને દેવેન્દ્ર અગ્રવાલ સાથે ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજાની અધ્યક્ષતામાં ઉદ્યોગકારોના ડેલીગેશનની મિટિંગ થઈ હતી. જેમાં સિરામિક એસો.ના પ્રમુખ મુકેશભાઇ ઉઘરેજા સાથે કમીટીના સભ્યો, મનીષભાઇ એસર, પરેશ કુડારીયા, શૈલેષભાઇ ઈટાલીકા, ભરત વરમોરા, મહેન્દ્રભાઇ મોટો સહિતના જોડાયા હતા. આ મીટીંગમા ઉધોગોને બચાવવા માટે એક મહિનાના એગ્રીમેન્ટની રજુઆત કરવામાં આવી હતી. જેમા ગુજરાત ગેસ દ્વારા એક મહિના અને ત્રણ મહિના બંને વિકલ્પ ચાલુ રાખવા સહમતિ દર્શાવી હતી. જેમા ત્રણ મહિનાના એગ્રીમેન્ટમા રૂ.4નો ભાવ વધારો અને એક મહિનાના એગ્રીમેન્ટમા રૂ.4.5નો ભાવવધારો કરશે અને ઇન્ટરનેશલ માર્કેટમા ગેસના ભાવ વધતા ભાવવધારો ફરજીયાત કરવો પડે તેમ છે તેવુ જણાવી ભાવઘટાડા અંગે અસમર્થતા દર્શાવી હતી.