મોરબી : આજે તા. 28ના રોજ મોરબીની સબ જેલના કેદીઓનું કોરોના વાયરસ સંદર્ભે મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. લીલાપર અર્બન હેલ્થ સેન્ટરના ડોકટરો દ્વારા સબ જેલના અધિકારીઓ તથા મોરબી જિલ્લા આરોગ્ય અધિક્ષકની સુચનાથી નોવેલ કોરોના વાયરસ (COVID-19)ના સંક્રમણને નિયંત્રણ કરવાના ભાગરૂપે તમામ બંદીવાનોનું સંપૂર્ણ મેડીકલ સ્ક્રીનીંગ કરવામાં આવેલ છે.