મોરબી : આગામી તા. ૩૦/૧૨/૨૦૨૦ને બુધવારના રોજ વિરદાસબાપુની ૧૬મી પુણ્યતિથિ છે. જે અંતર્ગત ઠાકર ભજન મંડળ અને જય ગુરુદેવ ગ્રુપ - મોરબી દ્વારા દર વર્ષે યોજાતા કાર્યક્રમો આ વર્ષે વર્તમાન કોરોના મહામારીના કારણે બંધ રાખેલ છે. માત્ર બટુકભોજન અને ગુરુપૂજન કરવામાં આવશે. જેની દરેક જ્ઞાતિજનો અને સેવકોએ નોંધ યાદીમાં જણાવેલ છે.