20 દિવસ પહેલા રાજસ્થાન પરણાવેલી પુત્રીને કુળદેવીના દર્શન કરાવે તે પહેલાં જ દંપતી તેમજ મોટાભાઈ પર કાળ ત્રાટક્યો મોરબી : મોરબીની સોમનાથ સોસાયટીમાં રહેતા મહેશ્વરી પરિવારના ત્રણ સભ્યો કારમાં તેમની કુળદેવીના દર્શન માટે જતા હતા. સાથે 20 દિવસ પહેલા જ રાજસ્થાનમાં પરણાવેલી દીકરીને પણ સાથે લેવાના હતા. જોકે તેઓ દીકરી સુધી પહોંચે તે પહેલાં જાણે રસ્તા કાળ તેંમની વાટ જોઈને ઉભો હોય તેમ આજે વહેલી સવારે સમાખીયારી રાધનપુર હાઇવે પર ગોઝારો અકસ્માત થયો હતો. અને પતિ, પત્ની મળી એક જ ઘરના ત્રણ લોકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. બાદમાં એકસાથે ત્રણની અર્થી ઉઠતા સમગ્ર પરિવારમાં કાળો કલ્પાંત છવાયો હતો. મોરબીના કેમિસ્ટ એસોના પ્રમુખ કિરણભાઈ મહેશ્વરીના મોટાભાઈ અને ભચાઉ ખાતે પ્રેક્ટીસ કરતા એડ્વોકેટ લજપતભાઈ મોતીરામ મહેશ્વરી અને બીજા ભાઈ જયંતિભાઈ મોતિરામભાઈ મહેશ્વરી તથા તેમના પત્ની રેખાબેન જયંતી ભાઈ મહેશ્વરીની દીકરીના આજથી 20 દિવસ પહેલા જ લગ્ન થયા હતા. દીકરીના લગ્ન બાદ પ્રથમવાર તેઓ રાજસ્થાનના ઓસીયાજી ખાતે આવેલ તેમની કુળદેવીના દર્શન માટે તેંઆજે વહેલા પરોઢિયે સાડા પાંચ વાગ્યાની આસપાસ પોતાની જીજે 12એ કે 1763 નંબરની કાર લઈને રાજસ્થાન જવા નીકળ્યા હતા.અને માતાજીના દર્શન દીકરીને સાથે રાખીને કરવાનું વિચારી તેને પણ સાથે લેવાનું વીચારી પુત્રીને તેડવા માટે નીકળ્યા હતા. આ ત્રણેય સભ્યો રાજસ્થાન તરફ જતી વખતે તેમની કાર ગગોદર ધાંણીથર હાઇવે રોડ પર ઉભેલા ટ્રક પાછળ ઘુસી જતા સર્જાયેલા અકસ્માતમાં લજપતભાઈ મોતીરામ મહેશ્વરી અને બીજા ભાઈ જયંતિભાઈ તથા તેમના પત્ની રેખાબેનના સ્થળ ઉપર જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જેને પગલે મોરબીના મહેશ્વરી સમાજમાં શોકનું મોજું વળ્યું હતું અને બનાવમાં મોરબી કેમિસ્ટ એસોશીએશનના પ્રમુખના બે ભાઈ અને ભાઈના પત્ની એમ ત્રણ સભ્યોના મોતથી ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. પોતાને લેવા આવી રહેલા માતા પિતાના મોત જાણ થતાં દીકરી પર પણ જાણે આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. અંતિમ દર્શન માટે પરિવાર જનોએ મોડે સુધી તેની રાહ જોતા મોડે સુધી મૃતકની અંતિમ વિધિ થઈ શકી ન હતી. બાદમાં આજે સાંજના અરસામાં ત્રણેય મૃતકોની અંતિમ યાત્રા નીકળી હતી. જેમાં સગા સ્નેહીઓ ગાઇડલાઈન મુજબની સંખ્યામાં જોડાયા હતા. આ અંતિમયાત્રામાં એક સાથે ત્રણ- ત્રણ અર્થીઓ જોઈને પરિવાર સહિત આસપાસના લોકોનું હદય દ્રવી ઉઠ્યું હતું.