મોરબી : મોરબી ફોટોગ્રાફર્સ એસોસીએસનમાં નવા હોદેદારોની નિમણૂંક કરવામાં આવી છે. જેમાં પ્રમુખ તરીકે નિલેશભાઈ દેથરીયા, ઉપપ્રમુખ તરીકે વિનોદભાઈ અધારા, મંત્રી તરીકે મેહુલભાઈ ભટાસના, સહમંત્રી તરીકે પરેશભાઈ પટેલ અને એડવાયઝર તરીકે રાકેશ કાવરની બિન હરીફ નિમણુંક કરવામાં આવી છે. આ તકે હોદેદારોએ એકબીજાને શુભેચ્છા પાઠવી હતી.