મોરબી : મોરબી જિલ્લાના બિલીયા ગામમાં રહેતા ગામી પરેશભાઈ ખોડીદાસએ તેમના પિતા ખોડીદાસભાઈની 14મી પુણ્યતિથિ નિમિત્તે આજે બિલીયા પ્રાથમિક શાળાના 125 વિદ્યાર્થીઓને પાણીની બોટલનું વિતરણ કરેલ હતું. તેમજ ગામમાં રહેતા મજૂરોના બાળકોને ચંપલ વિતરણ કરેલ હતું. જે બદલ શાળા પરિવાર, ગ્રામજનો તથા આચાર્ય કિરણભાઈ તરફથી પરેશભાઈનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.