મોરબી : મોરબીના ખાટકીવાસ વિસ્તારમાં ફાયરિંગ અને ડબલ મર્ડરની ઘટનામાં બન્ને પક્ષમાંથી ઝડપાયેલા 14 આરોપીઓ પૈકી 7 આરોપીના રિમાન્ડની મુદત પૂર્ણ થતા આજે ફરી તમામને મેજિસ્ટ્રેટ સમક્ષ રજુ કર્યા હતા. મેજિસ્ટ્રેટ દ્વારા તમામને જેલ હવાલે કરવા આદેશ કરતા તમામને મોરબી જિલ્લા જેલ હવાલે કરાયા હતા. મોરબીના ખાટકીવાસ વિસ્તારમાં થયેલ.ફાયરિંગ અને ડબલ મર્ડરની ઘટનામાં બન્ને પક્ષના 22 લોકો વિરુદ્ધ નોંધાયેલ ફરિયાદ બાદ જેમાં પોલીસે કુલ 14 આરોપીને ઝડપી લીધા હતા અને કોર્ટમાં રજુ કરી રિમાન્ડ પર સોપવામાં આવ્યા હતા જે પૈકી 13 આરોપીના સોમવારે રિમાન્ડ પૂર્ણ થતા ફરી મેજિસ્ટ્રેટ સમક્ષ રજુ કરાયા હતા બનેં પક્ષની દલીલ અને પોલીસના નિવેદન આધારે મેજિસ્ટ્રેટ દ્વારા જેલહવાલે કરવામાં આવ્યા છે તો ઝડપાયેલ આરોપી ઇમરાન ઉર્ફે ટાવર મહેબુબ ચાનીયા પાસેથી બે હથિયારો જપ્ત કર્યા હતા. આ જ પ્રકરણમાં ઝડપાયેલા અન્ય આરોપી રઉફ રફીકભાઈ માંડવીયાના આવતીકાલે રિમાન્ડ પૂર્ણ થશે. જે બાદ તેમને પણ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.તો આ ઘટનામાં ફાયરિંગ કરનાર પક્ષમાંથી આરોપી મમુ દાઢી સહિતના ત્રણ ઈસમો હજુ ફરાર છે. જેને ઝડપી લેવા પોલીસે તપાસ ચલાવી છે તો ફાયરીંગમાં વપરાયેલ એક હથીયાર હજુ રીકવર કરવાનું બાકી હોય જે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.