ડ્રાયવર અને ક્લીનરને ઇજા થતા 108 દ્વારા હોસ્પિટલે ખસેડાયા મોરબી : મોરબી માળીયા નેશનલ હાઈવે પર ગાળા ગામના પાટિયા પાસે એક કન્ટેનર માલ લોડ કરીને જતું હતું તે દરમિયાન આગળ જતાં અન્ય એક વાહન ચાલકે ઓચિંતી બ્રેક મારતા કન્ટેનર ચાલકે પણ અકસ્માતથી બચવા પોતાની પુરી તાકાતથી બ્રેક મારી આગળના વાહન સાથે ટકરાતાં બચાવ્યું હતું જોકે અચાનક લાગેલી બ્રેકના કારણે માલ લોડની કન્ટેનર સાથેની પકડ છૂટી ગઈ હતી અને આ આગળના આ માલ બોનેટના ભાગે સરકી ગયું હતું. અચાનક બનેલી ઘટનામાં ટ્રક ના ક્લિનર ઓમપ્રકાશ આલારામ જેઠ નામના 23 વર્ષીય યુવક અને ટ્રક ચાલકને ગંભીર ઇજા પહોંચી હતી.ઘટનાની જાણ થતાં માળીયા 108ના હનીફભાઈ અને ઇમેટી સ્ટાફ તુરત ઘટના સ્થળે દોડી ગયા હતા અને ઇજાગ્રસ્ત ચાલકને માળીયા સીએચસીમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે માળીયા પોલીસે નોંધ કરી તપાસ હાથ ધરી હતી.