મોરબી : ભારતીય યોગ એસોસિયેશન (INDIAN YOG ASSOCIATION), ગુજરાત ચેપ્ટરના પ્રથમ સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે વેબિનારનું આયોજન કરવામાં આવેલ છે. આગામી તા. 29મી ડિસેમ્બર, 2020ના રોજ ભારતીય યોગ એસોસિએશન-ગુજરાત ચેપ્ટર સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ મારફતે “વનનેસ ફોર વેલનેસ” શીર્ષક હેઠળ પર તેનો પ્રથમ સ્થાપના દિવસ ઉજવી રહ્યો છે. ભારતીય યોગ સંઘ, ગુજરાત ચેપ્ટર ‘વસુધૈવ કુટુંબકમ્’ નો મુખ્ય ધ્યેય ધરાવતો એક મંચ છે. જ્યાં ભારતીય પરંપરાના તમામ યોગીઓ અને યોગ સંસ્થાઓ સંગઠિત થાય છે. વેબિનારમાં દેશભરના વિવિધ આમંત્રિત વક્તાઓ અને પ્રખ્યાત યોગ ગુરુઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી યોગિક જ્ઞાનથી વિવિધ વિષયો પર વાત કરશે. આ વેબિનારના મુખ્ય અતિથિ શ્રીપાદ નાઈક, સંરક્ષણ રાજ્યમંત્રી, ભૂતપૂર્વ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય પ્રધાન, ભારતીય જનતા પાર્ટીનું પ્રતિનિધિત્વ કરતી ઉત્તર ગોવા મત વિસ્તારના સંસદ સભ્ય કાર્યક્રમની શોભા વધારશે. અને ગુજરાતના યોગ શિક્ષકો, શાળાઓ અને સંસ્થાઓમાં એકતા લાવવાની દિશામાં કાર્યરત ભારતીય યોગ સંઘ, ગુજરાત ચેપ્ટરની ટીમને પ્રોત્સાહિત કરશે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમના આશીર્વાદ અને પ્રેરણા સંદેશ ભારતીય યોગ એસોસિએશનની ગુજરાત ચેપ્ટર ટીમને મોકલેલ છે. અતિથિ વક્તા પદ્મશ્રી ડો. એચ. આર. નાગેન્દ્ર, સ્થાપક અને કુલપતિ –(SVYASA-સ્વામી વિવેકાનંદ યોગા અનુસંધાન સંસ્થાન, બેંગ્લુરુ) અને એકઝીકયુટીવ કમિટી અને ઇન્ડિયન યોગા એસોસિએશન ગવર્નિંગ કાઉન્સિલના સદસ્ય 'વનનેસ ફોર વેલનેસ', 'વિવિધતામાં એકતા' વિષય પર વેબિનારમાં સંબોધન કરશે. “દાજી”ના ઉપનામથી જાણીતા, સ્પિરિયુઅલ લીડર ઓફ હાર્ટફુલનેસ અને આઈ.વાય.એ.ની ગવર્નિંગ કાઉન્સિલના સદસ્ય કમલેશભાઈ પટેલ વેબિનારમાં સંપૂર્ણ સ્વાસ્થ્ય અને સુખાકારી વિષય પર પ્રકાશ પાડશે. ભારતીય યોગ સંઘના મહાસચિવ ઓ. પી. તિવારી (ગવર્નિંગ કાઉન્સિલ અને કૈવલ્યાધામ યોગ સંસ્થા) વર્તમાન સમયમાં પરંપરાગત યોગના મહત્વની જાણકારી આપશે. બાલાજી વિદ્યાપીઠના નિયામક, ભારતીય શાસ્ત્રીય ગાયક અને યોગાચાર્ય ડો. આનંદ બાલયોગી ભવનાણી યોગિક અભ્યાશ દ્વારા સેલ્યુલર હાર્મની થ્રુ સાયકોસોમેટીક મિકેનિઝમ્સ પર સંબોધન કરશે. ભારતીય યોગ સંઘના ઉપપ્રમુખ અને કૈવલ્યાધામ - લોનાવાલાના સીઈઓ સુબોધ તિવારી આઈવાયએના વિઝન અને મિશન પર વાત કરશે. આઈવાયએ ગુજરાત ચેપ્ટરના અધ્યક્ષ આચાર્ય બિરજુ મહારાજ આ કાર્યક્રમની શરૂઆત કરશે, મહેમાનોનું સ્વાગત કરશે અને “સુખાકારી માટે એકતા” (ONENESS FOR WELLNESS) ના મહત્વ વિશે વાત કરશે. ભારતીય યોગ એસોસિયેશન-ગુજરાત ચેપ્ટર તેની યુટ્યુબ ચેનલ @gujarat IYA અને ફેસબુક પેઈજ @Indian Yoga Association Gujarat Chapter પર આગામી તા. 29ના રોજ સાંજે 04.00 થી 5.30 વાગ્યા દરમિયાન વેબિનારનું જીવંત પ્રસારણ કરશે. વધુ માહિતી માટે gujarat@yogaiya.in પર સંપર્ક કરી શકાશે.