સુસવાવ ગામે BSNLની ઓફિસ નજીક જુગાર રમતા ચાર ઝડપાયા

- text


પોલીસે રોકડ રૂ. 10,060 જપ્ત કરી

હળવદ : હળવદ તાલુકાના સુસવાવ ગામે BSNLની ઓફિસ નજીક જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા છે. હળવદ પોલીસ સ્ટેશનમાં તમામ ચાર શખ્સો વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

ગઈકાલે તા. 25ના રોજ સુસવાવ ગામે બી.એસ.એન.એલ. ઓફીસ પાસે આમલીના ઝાડ નીચે ઓટલા ઉપર ખુલ્લામા સ્ટ્રીટલાઇટના અંજવાળે જાહેરમાં પૈસા પાના વતી નશીબ આધારીત હાર-જીતનો તીન પતી રોન પોલીસનો જુગાર રમતા ચાર શખ્સોને પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂ. 10,060 જપ્ત કરી છે. તેમજ પોલીસે આરોપીઓ ભુપતભાઇ ખોડાભાઇ ડાભી, પ્રતાપભાઇ ઘેલુભાઇ ચૌહાણ, શીવાભાઇ કરશનભાઇ ડાભી અને બિનીયાભાઇ મુરજીભાઇ ડુબીલની અટકાયત કરી છે.

- text

- text