માળીયા (મી.) : ડી.ડી. ગિરનાર ચેનલ પર દરરોજ પાઠ પ્રસારીત થાય છે. તેમાં પાઠના અંતે પ્રશ્ન પૂછવામાં આવે છે અને તેમાં ગુજરાતમાં 10 વિદ્યાર્થીઓ જે સાચા આપે તેના નામ વિજેતા તરીકે જાહેર કરવામાં આવે છે. અને તેને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવે છે. તેમાં માળીયા (મી.) તાલુકાના મોટા ભેલા ગામની હેત્વી પ્રવીણભાઈ સરડવાએ ધો. 5ને લગતા પ્રશ્નનો સાચો અને ઝડપી ઉત્તર આપી ગુજરાત ટોપ-10માં સ્થાન મેળવ્યું છે. જે બદલ હેત્વીને પરિવારજનો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે.