મકનસરના પ્રેમજીનગરમાં સાફ-સફાઈ મામલે યુવાન ઉપર હુમલો

- text


પાડોશી પરિવારના પાંચ સભ્યો સામે હુમલો કર્યાની તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ

મોરબી : મોરબી તાલુકાના મકનસર ગામે આવેલ પ્રેમજીનગરમાં સાફ સફાઈ મામલે પાડોશીઓ વચ્ચે તકરાર થયા બાદ ઉશ્કેરાયેલા એક પાડોશી પરિવારના પાંચ સભ્યોએ યુવાન ઉપર હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે યુવાને પાડોશી પરિવારના પાંચ સભ્યો સામે હુમલો કર્યાની તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

- text

આ મારમારીની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના જુના મકનસર ગામે રહેતા નીતીનભાઇ વાલજીભાઇ પરમાર (ઉ.વ. ૨૭)એ આરોપીઓ વેલજીભાઇ નથુભાઇ શેખવા, જયેશભાઇ વેલજીભાઇ શેખવા, ગુલાબ ઉર્ફે ગુલો વેલજીભાઇ શેખવા, ભાણો વેલજીભાઇ શેખવા તથા જયલાનો સાળો ભગીરથ સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા. ૨૪ના રોજ ફરીયાદીએ પોતે પ્રેમજીનગરના ઢોરા ઉપર પોતાની જગ્યા સાફ કરેલ હોય. તે જગ્યાએ ગયેલ અને પાછા આવતા આરોપીઓએ ફરીયાદીને ગાળો બોલી લાકડી તથા પાઇપ વતી શરીરના ભાગે આડેધડ મુંઢ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી જતા રહ્યા હતા. અને બાદમાં અન્ય આરોપીઓએ પાછળથી આવી ફરીયાદીને ગાળો બોલી ઢીકા પાટુનો મુંઢ માર માર્યો હતો. તાલુકા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text