મોરબીના કાલિકા પ્લોટમાં દેશી દારૂ ભરેલ રીક્ષા ઝડપાઇ

- text


મોરબી : મોરબીના કાલિકા પ્લોટમાં દેશી દારૂ ભરેલ રીક્ષા ઝડપાઇ છે. આ કેસમાં બે શખ્સો સામે પ્રોહિબિશન એક્ટ મુજબ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

ગઈકાલે તા. 25ના રોજ મોરબીના કાલીકા પ્લોટમાં બાવા અહેમદશાહ મસ્જીદ નજીક કાયદાના સંઘર્ષમા આવેલ બાળકિશોર હાર્દીક ઉર્ફે પ્રેમલો દીપકભાઇ ગોહેલ પોતાની રીક્ષા નં. GJ.01.BX.9713માં 150 લી. દેશી દારૂ (કી.રૂ. 3000) ભરી લઇ જતા પકડાયો છે. આ દેશી દારૂ તેણે એજાજ આમદભાઇ ચાનીયા પાસેથી વેચાણ કરવાના ઇરાદે લીધો હોવાનું ખુલ્યું હતું. પોલીસ દ્વારા દેશી દારૂનો જથ્થો તથા રીક્ષા મળી કુલ રૂ. 63,000નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે. તેમજ પોલીસે બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી છે.

- text

- text