મોરબી : મોરબીના લાલપર નજીક આવેલી એક દુકાનમાંથી ધોળે દિવસે મોબાઈલની ચોરી થયાની ઘટના સામે આવી છે.જેમાં મોબાઇલની ચોરી કરતી છોકરી સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.આ બનાવની વધુમાં જાણવા મળતી વિગતો અનુસાર મોરબી તાલુકાના લાલપર ગામ નજીક આવેલી કિશાન કુલીગ નામની દુકાનના માલિક આજે બપોરના સમયે ક્યાંક બહાર ગયા હતા.તે સમયે છોકરીએ આ દુકાનમાં અંદર ઘુસીને મોબાઈલની ચોરી કરીને નીકળી ગઈ હતી.અને દુકાનમાં લાગાવેલા સીસીટીવી કેમેરામાં આ છોકરી મોબાઈલ ચોરી કરતી કેદ થઈ ગઈ હતી.જો કે આ છોકરીના હલન ચલનમાં તે વિકલાંગ હોવાનું માલુમ પડે છે. https://youtu.be/w40_SIY8sLY